SIR બાદ તૈયાર થયેલી મતદાર યાદીના આધારે નવી મતદાર યાદી બનતા મતદારોમાં ઘટાડોમોરબી જિલ્લા પંચાયતમાં વર્ષ 2021ની તુલનાએ 57,335 મતદારો ઘટી ગયામોરબી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગમે તે ઘડીએ જાહેર થવાની ગણતરી વચ્ચે રાજ્ય ચૂંટણી આયોગના આદેશ મુજબ થોડા વિલંબથી નવરચિત મોરબી મહનગર પાલિકા, જિલ્લા તેમજ તાલુકા પંચાયત અને નવરચિત ટંકારા નગર પાલિકા તેમજ માળીયા નગર પાલિકાની મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે, મોરબી જિલ્લા પંચાયતમાં વર્ષ 2021ની તુલનાએ સર બાદ તૈયાર થયેલી મતદાર યાદી મુજબ 57,335 મતદાર ઘટી ગયા છે. જ્યારે નગરપાલિકામાંથી મહાનગર બનેલા મોરબીમાં પચાસ હજારથી વધુ મતદાર વધી ગયા છે.મોરબી સહિત રાજ્યભરની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના શાસકોની મુદત પૂર્ણ થતાં હાલ વહીવટદાર શાસન અમલી છે ત્યારે સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન અંતર્ગત રાજ્યમાં મતદાર યાદીની સુધારણા હાથ ધરવામાં આવ્યા બાદ તૈયાર થયેલી મતદાર યાદીના આધારે નવરચિત મોરબી મહાનગર પાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતની વોર્ડ - બેઠક મુજબ મતદાર યાદી તૈયાર કરી પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. નવી મતદાર યાદી મુજબ સ્થળાંતરિત, મૃત્યુ પામેલા અને બેવડાયેલ મતદારોના નામ કમી થયા હોવાથી તેની સીધી અસર રૂપે મતદારોની સંખ્યા ઘટી ગઈ છે.જો કે, મોરબી મહાનગર પાલિકામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો ભેળવી દેવાયા હોવાથી હવે મતદારોની સંખ્યા વધી ગઈ છે.જ્યારે જિલ્લા પંચાયતમાં 57,335 મતદારો ઘટી ગયા છે.મતદારોની સંખ્યામાં ઘટાડાથી પંચાયતી ચૂંટણીમાં જીતના સમીકરણ બદલાશેમોરબી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ થતા મતદારયાદીમાં ગત ચૂંટણીની તુલનાએ 57,335 મતદારો ઘટી ગયા હોવાથી રાજકીય પંડિતોને હવે જીત માટે નવા સમીકરણો અને નવા સીમાંકન મુજબ મહેનત કરવી પડશે.સાથે જ ચૂંટણી તંત્રને પણ ઓછા મતદાર વાળા મતદાન મથકો પુનઃગઠન માટે કસરત કરવી પડશે.મોરબી મહાનગર પાલિકામાં મતદારની સંખ્યા વર્ષ 2026મોરબી પુરુષ મતદાર- 1,08,579, સ્ત્રી મતદાર- 99,891, કુલ મતદાર- 2,08,470મોરબી નગરપાલિકામાં મતદારની સંખ્યા વર્ષ 2021મોરબી પુરુષ મતદાર- 78,331, સ્ત્રી મતદાર- 72,320, કુલ મતદાર- 1,50,651વર્ષ 2026માં જિલ્લાની નગરપાલિકામાં મતદારની સંખ્યાટંકારા પુરુષ મતદાર- 5,092, સ્ત્રી મતદારો- 4,839, કુલ મતદાર- 9,931માળિયા મિયાણા પુરુષ મતદાર- 4,939, સ્ત્રી મતદારો- 4,330, કુલ મતદાર- 9,269વાંકાનેર પુરુષ મતદાર- 14,520, સ્ત્રી મતદારો- 13,080, કુલ મતદાર- 27,600વર્ષ 2021મા જુદી - જુદી નગરપાલિકામાં મતદારોમાળીયા-મિયાણા પુરુષ મતદારો- 5,242, સ્ત્રી મતદારો- 4,786, કુલ મતદારો- 10,028વાંકાનેર પુરુષ મતદારો- 15,627, સ્ત્રી મતદારો- 14,486, કુલ મતદારો- 30,113કુલ પુરુષ મતદારો- 99,200, કુલ સ્ત્રી મતદારો- 91,592, કુલ મતદારો- 1,90,792વર્ષ 2026 મુજબ જિલ્લા પંચાયતના મતદારમોરબી પુરુષ મતદારો- 2,51,203, સ્ત્રી મતદારો- 2,33027, કુલ મતદારો- 4,84,2312021 મોરબી જિલ્લા પંચાયતમોરબી પુરુષ મતદારો- 2,81,3,42, સ્ત્રી મતદારો- 2,60,244, કુલ મતદારો- 5,41,566વર્ષ 2026માં મોરબી તાલુકા પંચાયતમાં મતદારમોરબી પુરુષ મતદારો- 66,962, સ્ત્રી મતદારો- 62,298, કુલ મતદારો- 1,29,260માળિયા પુરુષ મતદારો- 26,256, સ્ત્રી મતદારો- 23,189, કુલ મતદારો- 49,445વાંકાનેર પુરુષ મતદારો- 72,080, સ્ત્રી મતદારો- 68,164 , કુલ મતદારો- 1,40,244ટંકારા પુરુષ મતદારો- 30,134 , સ્ત્રી મતદારો- 28,884, કુલ મતદારો- 59,018હળવદ પુરુષ મતદારો- 55,771, સ્ત્રી મતદારો- 50,493, કુલ મતદારો- 1,06,264કુલ મતદાર પુરુષ મતદારો- 2,51,203, સ્ત્રી મતદારો- 2,33,027, કુલ મતદારો- 4,84,231વર્ષ 2021માં તાલુકા પંચાયત મુજબ મતદારહળવદ પુરુષ મતદારો- 54,379, સ્ત્રી મતદારો- 48,645, કુલ મતદારો- 1,03,024માળીયા પુરુષ મતદારો- 26,708, સ્ત્રી મતદારો- 23,817, કુલ મતદારો- 50,525મોરબી પુરુષ મતદારો- 96,277, સ્ત્રી મતદારો- 89,154, કુલ મતદારો- 1,85,431ટંકારા પુરુષ મતદારો- 32,597, સ્ત્રી મતદારો- 31,400, કુલ મતદારો- 63,997વાંકાનેર પુરુષ મતદારો- 69,313, સ્ત્રી મતદારો- 65,216 , કુલ મતદારો- 1,34,529કુલ પુરુષ મતદારો- 2,79,274, કુલ સ્ત્રી મતદારો- 2,58,232, કુલ મતદારો- 5,37,506