દોઢ મહિના પહેલા પણ આ જ શખ્સે મંદિરમાં ચોરી કરી હોવાની કબૂલાત, સ્થાનિકોએ ચોરને પોલીસ હવાલે કર્યોમોરબી : મોરબી નજીક આવેલા પીપળી ગામમાં રામાપીરના મંદિરમાં ચોરીનો પ્રયાસ કરતો એક શખ્સ રંગેહાથ ઝડપાઈ ગયો છે. મંદિરમાં રહેલી દાનપેટી તોડવા આવેલો આ શખ્સ મંડળના સભ્યોના હાથે પકડાઈ ગયો હતો, જેને ત્યારબાદ તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે.ઝડપાયેલા શખ્સની લોકો દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેણે પોતાનું નામ રાજુ નાથાભાઈ અને તે પીપળીમાં જ આવેલ મારુતિ પાર્કમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. આ શખ્સે સ્પષ્ટ કબૂલાત આપી હતી કે અગાઉ પણ તેણે આ જ મંદિરમાંથી ચોરી કરી હતી અને તે વખતે દાનપેટીમાંથી ૬૦૦ થી ૭૦૦ રૂપિયાની ચોરી કરી હતી. આજે તે ફરીથી ચોરી કરવા માટે આવ્યો હતો અને દાનપેટી તોડી રહ્યો હતો તે દરમિયાન જ પકડાઈ ગયો હતો. પૂછપરછ દરમિયાન તેણે દાનપેટી તોડવા માટે ઉપયોગમાં લીધેલું સ્ક્રુડ્રાઈવર પણ બતાવ્યું હતું.આ અંગે સ્થાનિક સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ દોઢ મહિના પહેલા જ્યારે આ શખ્સે ચોરી કરી ત્યારે પોલીસને પણ જાણ કરી હતી. આજે સવારે તે ફરીથી મંદિરમાં ચોરી કરવા દાનપેટી તોડી રહ્યો હોય મંડળના સભ્યોએ તેને પકડી લીધો હતો. આ ચોરને પકડી લીધા બાદ ૧૧૨ નંબર પર કોલ કરીને તાલુકા પોલીસને બોલાવી તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Pipli #CrimeNews #Theft #CaughtRedHanded #GujaratPolice #LocalNews