નેશનલ લેવલે શૂટિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ રાજ્યના મંત્રી અને હોમગાર્ડઝ વડાના હસ્તે એવોર્ડ આપી કરાયું અભિવાદનમોરબી: તાજેતરમાં ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ખાતે હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સ વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના રમતોત્સવ 2026માં મોરબીનું નામ રોશન થયું છે. આ બે દિવસીય વિશેષ રમતોત્સવમાં ગુજરાતના ચારેય ઝોનમાંથી મોટી સંખ્યામાં ચુનંદા હોમગાર્ડઝ રમતવીરોએ ભાગ લીધો હતો.રાષ્ટ્રીય કક્ષાના શૂટર તરીકે દીપ પટેલનું બહુમાનઆ સ્પેશિયલ સમિટ દરમિયાન રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર જવાનો અને અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાંથી મોરબીના હોમગાર્ડઝ કમાન્ડન્ટ દીપ ભૂપેન્દ્રભાઈ પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. દીપ પટેલે રાષ્ટ્રીય કક્ષાએ સેન્ટર ફાયર તથા સ્ટાન્ડર્ડ પિસ્તોલ શૂટિંગમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપી ખ્યાતનામ શૂટર તરીકે સિદ્ધિ પ્રાપ્ત કરી છે.મહાનુભાવોની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરાયોગુજરાત રાજ્યના મંત્રી કમલેશભાઈ પટેલ તથા ગુજરાત રાજ્ય હોમગાર્ડઝના વડા ડાયરેક્ટર જનરલ ડોક્ટર સમશેરસિંઘ (IPS) ના હસ્તે દીપ પટેલને વિશેષ એવોર્ડ અને સર્ટિફિકેટ આપી નવાજવામાં આવ્યા હતા. ગુજરાત હોમગાર્ડઝનું નામ રાષ્ટ્રીય ફલક પર દીપાવવા બદલ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ રમતોત્સવમાં 100 મીટર, 200 મીટર, 400 મીટર દોડ, રસ્સા ખેંચ, ગોળાફેંક અને વોલીબોલ જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું.#Morbi #HomeGuards #DeepPatel #SportsFestival2026 #NationalShooter #MorbiUpdate #ProudMoment #Gandhinagar #GujaratPolice