મોરબી: આગામી પવિત્ર તહેવારો રામનવમી અને મહાવીર જયંતિની ઉજવણીને ધ્યાને રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં માંસ-મટન વેંચાણ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.મહાનગરપાલિકા કમિશનર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, 26/03/2026 ના રોજ 'રામનવમી' અને 31/03/2026 ના રોજ 'મહાવીર જયંતિ' ના પવિત્ર અવસરે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવાના રહેશે. આ ઉપરાંત, આ બંને દિવસે શહેરમાં માંસ, મટન, મચ્છી અને ચિકનના વેચાણ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સંબંધિત તમામ લોકોએ આ સૂચનાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો કોઈ પણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #RamNavami #MahavirJayanti #MorbiNagarpalika #PublicNotice #MeatBan #GujaratNews