મોરબી : આવતીકાલે તારીખ ૨૬ માર્ચના રોજ મોરબીમાં રામ જન્મોત્સવ શતાબ્દી ગૌરવ યાત્રા નીકળનાર છે. આ શતાબ્દી ગૌરવ યાત્રાના સ્વાગત માટે મોરબી રાજપૂત સમાજ તેમજ મોરબી રાજપુત કરણી સેના દ્વારા સંયુક્ત રૂપે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ સ્વાગત કાર્યક્રમ મહારાણા પ્રતાપ સર્કલ ખાતે રાખવામાં આવ્યો છે. આયોજકો દ્વારા તમામ ધર્મપ્રેમી જનતા અને ભાઈઓને આ ભવ્ય શોભાયાત્રાનો લાભ લેવા તથા યાત્રાના સ્વાગતમાં મોટી સંખ્યામાં જોડાવા માટે સાદર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.કાર્યક્રમની વિગતતારીખ:- ૨૬/૦૩/૨૦૨૬, ગુરુવારસમય:- સાંજે ૪:૦૦ કલાકેસ્થળ:- મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી - ૨#Morbi #RamJanmotsav #GauravYatra #RajputSamajMorbi #KarniSena #MaharanaPratapCircle #MorbiUpdate #MorbiNews #ReligiousEvent