સિરામિક અને પેપરમિલ એસોસિએશનની રજૂઆતને મળી સફળતા : 1 એપ્રિલથી દર સોમવારે અને શુક્રવારે લાલબાગ સેવા સદન ખાતે જ થશે બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરીફીકેશનમોરબી : મોરબીના વેપારીઓ અને ઉદ્યોગકારોને GST નંબરની નવી નોંધણી મેળવવા માટે બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરાવવા માટે છેક ગાંધીધામ સુધી જવું પડતું હતું. લાંબા અંતરના કારણે વેપારીઓના સમય અને નાણાંનો વ્યય થતો હતો. પણ હવે મોરબીમાં જ આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.મોરબી સિરામિક એસોસિએશન અને પેપરમિલ એસોસિએશન સહિતના ઉદ્યોગકારો દ્વારા લાંબા સમયથી સરકારમાં રજૂઆત કરવામાં આવી રહી હતી. આ માંગણીને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય કર વિભાગ દ્વારા મોરબીના ઉદ્યોગકારોની તરફેણમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય વેરાના સંયુક્ત કમિશનર કે.એમ. ખાંટ દ્વારા પરિપત્ર બહાર પાડીને મોરબી સહિતના શહેરોમાં સ્થાનિક કક્ષાએ જ બાયોમેટ્રિક સુવિધા ઊભી કરવાની જાહેરાત કરવામાં આવી છે.કર વિભાગના પરિપત્રમાં જણાવ્યા અનુસાર, GSTN દ્વારા મોબાઈલ એપથી જ બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન થઈ શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. જેને પગલે હવે ગાંધીધામ ખાતેના GSK સ્ટાફ દ્વારા સપ્તાહમાં બે દિવસ મોરબી ખાતે આવીને બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરીફીકેશનની કામગીરી કરવામાં આવશે. આ કામગીરી દર સોમવાર અને શુક્રવારના રોજ મોરબી GST ઓફિસ, લાલબાગ સેવા સદન ખાતે કરવામાં આવશે. આ નવી વ્યવસ્થાનો અમલ 1 એપ્રિલ 2026થી શરૂ કરી દેવામાં આવશે.જ્યાં સુધી ઓનલાઈન અરજી દરમિયાન સ્લોટ સિલેક્શનમાં 'મોરબી' શહેરનું નામ અપડેટ ન થાય, ત્યાં સુધી અરજદારે ઓનલાઈન સ્લોટ સિલેક્શનમાં 'ગાંધીધામ' જ સિલેક્ટ કરવાનું રહેશે. સ્લોટ ગાંધીધામનો સિલેક્ટ કર્યો હશે, પરંતુ તેમનું બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન મોરબી ખાતે નક્કી થયેલા બે દિવસ (સોમવાર અને શુક્રવાર) દરમિયાન જ થશે.GST બાયોમેટ્રિક શું છે?બોગસ પેઢીઓ અને ફેક બિલિંગના કૌભાંડો અટકાવવા માટે સરકાર દ્વારા GST રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દાખલ કરવામાં આવ્યું છે. જ્યારે કોઈ વ્યક્તિ નવો GST નંબર લેવા માટે અરજી કરે છે, ત્યારે ડેટા એનાલિસિસના આધારે અરજદારને રૂબરૂ બોલાવીને તેમના આધાર કાર્ડના ડેટા સાથે ફિંગરપ્રિન્ટ (બાયોમેટ્રિક) અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી અન્ય કોઈના ડોક્યુમેન્ટ પર ખોટા નામે GST નંબર મેળવીને થતી કરચોરી પર મોટી બ્રેક લાગી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #GST #GSTBiometric #MorbiCeramicAssociation #PaperMillAssociation #GujaratStateTax #MorbiBusiness #TaxUpdate