મોરબી: સામાન્ય રીતે લોકો પોતાનો જન્મદિવસ કેક કાપીને કે પાર્ટીઓ કરીને ઉજવતા હોય છે, પરંતુ મોરબીના યુવા આગેવાન શિવાંગ નાનકે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી અને સેવાકીય રીતે કરીને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.શિવાંગ નાનકે પોતાના જન્મદિવસ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં જઈને ત્યાં વસવાટ કરતા વડીલોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતું. વડીલો સાથે સમય વિતાવીને અને તેમના આશીર્વાદ મેળવીને તેમણે સેવાનો અનોખો સંદેશ આપ્યો હતો. શિવાંગ નાનક અગાઉ મોરબી જિલ્લા સ્વદેશી જાગરણ મંચ ‘સ્વાવલંબી ભારત અભિયાન’માં સહ-સંયોજક તરીકે સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) માં મોરબી-માળિયા-હળવદ વિભાગના ભાગ સંયોજક, મોરબી નગર મંત્રી, સહ મંત્રી અને સહ કેમ્પસ પ્રમુખ જેવી વિવિધ મહત્વની જવાબદારીઓ નિભાવી છે.હાલમાં તેઓ LL.B. નો અભ્યાસ કરી રહ્યા છે અને અભ્યાસની સાથે સામાજિક ક્ષેત્રે પણ સતત સક્રિય રહીને લોકઉપયોગી કાર્યો કરી રહ્યા છે. વૃદ્ધાશ્રમમાં ભોજનના આ કાર્યક્રમથી વડીલોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શિવાંગ નાનકની આ પહેલ મોરબીના અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બની છે.#Morbi #BirthdayCelebration #SocialService #MorbiUpdate #YouthLeader #Inspiration #ElderlyCare #MorbiNews