ગત સપ્તાહમાં ફાયર શાખા દ્વારા 03 સરકારી કચેરીના 34 કર્મચારીઓ અને 01 હોસ્પિટલના 25 સ્ટાફ મેમ્બર્સને ફાયર પ્રિવેન્શનની તાલીમ અપાઈમોરબી: શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુથી મોરબી મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અગ્નિશમન શાખા દ્વારા શહેરમાં 05 નવા ફાયર સ્ટેશનોના નિર્માણ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેની પાછળ અંદાજિત 45 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ મોડેલ ફાયર સ્ટેશનો તૈયાર કરવામાં આવશે.નવા ફાયર સ્ટેશનોની વિગત અને અંદાજિત ખર્ચમોરબી મહાનગરપાલિકા દ્વારા નિર્મિત થનારા 05 નવા ફાયર સ્ટેશનોની વિગતવાર માહિતી નીચે મુજબ છે: • સુધારા શેરી ફાયર સ્ટેશન: આ ફાયર સ્ટેશન સરદાર રોડ પર આવેલી સુધારા શેરીમાં બનાવવામાં આવી રહ્યું છે. જેનો અંદાજિત ખર્ચ 1.74 કરોડ છે અને તેની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે, જે જુલાઇ-2027 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. • મોડેલ ફાયર સ્ટેશન: આ સ્ટેશન માળીયા ચોકડી પાસે સર્કિટ હાઉસની સામે નિર્માણ પામશે. 10.10 કરોડના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટની કામગીરી અત્યારે ચાલુ છે અને તે જુલાઇ-2027 માં પૂર્ણ થશે. • ઝોનલ ફાયર સ્ટેશન: શક્ત શનાળા વિસ્તારમાં 11.3 કરોડના ખર્ચે આ સ્ટેશન બનાવવાનું આયોજન છે. હાલ આ માટેની વહીવટી પ્રક્રિયાઓ ચાલી રહી છે. • અમરેલી ફાયર સ્ટેશન: અમરેલી કંડલા બાયપાસ રોડ પર 15.03 કરોડના મોટા ખર્ચે આ ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. જેની કામગીરી માટેની પ્રક્રિયા હાલ ગતિમાં છે. • એસ.પી. રોડ ફાયર સ્ટેશન: રવાપર વિસ્તારમાં એસ.પી. રોડ પર 10.47 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન આકાર લેશે. આ સ્ટેશન માટે પણ અત્યારે પ્રક્રિયા ચાલુ છે.આ નવા ફાયર સ્ટેશનોમાં હાઈ-ટેક કોમ્યુનિકેશન સિસ્ટમ સાથેનો કંટ્રોલ રૂમ, આધુનિક ગેરેજ અને પાર્કિંગ, સ્ટાફ ક્વાર્ટર્સ અને પાણીની ભૂગર્ભ તથા એલિવેટેડ ટાંકીઓ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે.સાપ્તાહિક કામગીરી અને તાલીમઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ, તા. 17/03/2026 થી 23/03/2026 દરમિયાન ફાયર શાખા દ્વારા સઘન કામગીરી કરવામાં આવી છે. જેમાં 03 સરકારી કચેરીના 34 કર્મચારીઓ અને 01 હોસ્પિટલના 25 સ્ટાફ મેમ્બર્સને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી.આ ઉપરાંત સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર NOC અંગે ચેકિંગ હાથ ધરી જરૂરી ગાઈડલાઈન આપવામાં આવી હતી. અગાઉની નોટીસના પગલે 195 કોમ્પ્લેક્ષ અને 38 સમાજવાડીમાં ફાયર સીસ્ટમ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સમયગાળામાં 04 રેસ્ક્યુ કોલ અને 06 આગના બનાવોમાં ફાયરના જવાનોએ આધુનિક PPE કીટ સાથે કામગીરી કરી હતી.કોઈપણ આપત્તિ કે ઇમરજન્સી સમયે નાગરિકો મોરબી ફાયર સર્વિસનો (02822) 230050 અથવા 101 અને 112 નંબર પર સંપર્ક કરી શકે છે.#Morbi #MorbiUpdate #FireSafety #FireStation #MorbiNews #GujaratNews #SafetyFirst #FireDepartment