લાભાર્થીઓને મળશે 4 લાખની સહાયમોરબી : મોરબી મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) નું અમલીકરણ કરવામાં આવ્યું છે. જેમાં BLC ઘટક અંતર્ગત નેશનલ બિલ્ડીંગ કોડના ધારા-ધોરણ મુજબ તમામ હવામાનને અનુરૂપ ૩૦ થી ૪૫ ચો.મી. કાર્પેટ વિસ્તારની મર્યાદામાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું અને શૌચાલય-બાથરૂમની સુવિધા સાથેના પાકા નવા આવાસનું બાંધકામ કરવામાં આવશે.આ યોજના હેઠળ ઓનલાઈન ડિમાન્ડ સર્વેમાં નોંધણી કરાવેલ હોય તેવા બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રકશન (BLC) અંતર્ગત કુલ ૪૯૦ આવાસોના DPR માટે સરકારમાંથી મંજૂરી મળી ગઈ છે. આ અંગે ત્રિ-પક્ષિય કરારનામાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે.મંજૂર થયેલા ૪૯૦ આવાસો પૈકી હાલ ૭૭ આવાસના કામો પ્લીન્થ લેવલ પર, ૨૮ આવાસ લીન્ટલ લેવલ પર અને ૨ આવાસ સ્લેબ લેવલ પર લાભાર્થીની આગેવાનીમાં પ્રગતિ હેઠળ છે. ઉપરોક્ત મંજૂર થયેલા આવાસો માટે યોજનાની ગાઈડલાઈન મુજબના બાંધકામોમાં સરકાર દ્વારા નિયમોનુસાર ચાર તબક્કામાં કુલ રૂપિયા ૪.૦૦ (ચાર) લાખની આર્થિક સહાય ફાળવવામાં આવશે.#Morbi #PradhanMantriAwasYojana #PMAY #MorbiMunicipalCorporation #HousingScheme #MorbiNews #MorbiUpdate #Development #GovernmentScheme