મોરબી: મોરબીમાં મોઢ વણિક મહાજન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભગવાન રામના જન્મોત્સવ બાદ પારણાં નિમિત્તે જ્ઞાતિ ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આગામી તારીખ 28-03-2026, શનિવારના રોજ સાંજે 07-30 કલાકે મોઢવાડી, ડો. તખ્તસિંહજી રોડ, ગાંધી ચોક ખાતે જ્ઞાતિ ભોજન યોજાશે. મોઢ વણિક મહાજનના પ્રમુખ ભાવેશ પી. મહેતા દ્વારા તમામ જ્ઞાતિજનોને આ પ્રસંગે સમયસર ઉપસ્થિત રહી સમૂહ ભોજનનો લાભ લેવા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે રામ નવમીના પર્વ બાદ જ્ઞાતિના તમામ સભ્યો સાથે મળીને આનંદપૂર્વક આ પારણાંના ભોજનનો લાભ લેતા હોય છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.#Morbi #ModhVanikMahajan #RamJanmotsav #CommunityDinner #MorbiUpdate #SpiritualEvents #MorbiCityNews