માળિયા (મિયાણા) : ગત તારીખ 19 માર્ચના રાજ માળિયા તાલુકામાં ભારે પવનના કારણે ઘણી જગ્યાએ નુકસાન થયું હોવાની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે આ દરમિયાન માળિયા (મિયાણા) તાલુકાના જસાપર ગામે ખેતરમાંથી પસાર થતો 400 KV હાઈટેન્શન વીજ લાઈનનો પોલ પડી જતાં ખેડૂતને હાલાકી ભોગવવી પડી રહી છે.મળતી વિગતો પ્રમાણે 19 માર્ચના રોજ જસાપર ગામના ખેડૂત નારણભાઈ હરીભાઈ ડાંગરના ખેતરમાંથી પસાર થતી 400 KV હાઈટેન્શન વીજ લાઈનનો 261 નંબરનો પોલ નમી ગયો હતો. જેના કારણે વીજ વાયરો પણ નીચે અડી ગયા છે. જેથી ખેતરમાં જવામાં પણ ભય સતાવી રહ્યો છે. વીજ કંપની દ્વારા આ અંગે કોઈ કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી. જેથી ખેડૂત ખેતરમાં વાવેતર કરી શકતા નથી. ખેડૂતના જણાવ્યા પ્રમાણે તેઓને ઉનાળુ વાવેતર કરવું છે પરંતુ પોલ સમારકામની કામગીરી ન કરી હોવાથી તેઓ વાવેતર કરી શકતા નથી.