મોરબી: અમદાવાદની વિશાલ વિન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા સ્પેશિયલ નીડ્સ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર વ્યક્તિઓ માટે 'ગાર્ડિયન એન્જલ એવોર્ડ્સ- 2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટની હોટલ સયાજી ખાતે 22 માર્ચના રોજ યોજાયેલા આ ભવ્ય સમારોહમાં મોરબીના પ્રતિભાશાળી દિવ્યાંગ યુવાન જય ઓરિયાને 'રોલ મોડલ દિવ્યાંગ'નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.મનોદિવ્યાંગ બાળકોના ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓ, થેરાપિસ્ટ, સાયકોલોજિસ્ટ અને ડોક્ટરો સહિત કુલ 93 પ્રતિભાઓનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 9 દિવ્યાંગોની 'રોલ મોડલ' તરીકે પસંદગી કરવામાં આવી હતી, જેમાં મોરબીના જય ઓરિયાનો સમાવેશ થાય છે. રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા (IPS) ના હસ્તે જય ઓરિયાને આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.નોંધનીય છે કે, જય ઓરિયા 75% દિવ્યાંગતા ધરાવતા હોવા છતાં પોતાની અક્ષમતાને માત આપીને આત્મવિશ્વાસના જોરે સતત પ્રગતિ કરી રહ્યા છે. તેમના નામે અત્યાર સુધીમાં 2 વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયેલા છે. તેમની આ સિદ્ધિએ માત્ર ઓરિયા પરિવાર જ નહીં પરંતુ સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેમની સફળતા અન્ય દિવ્યાંગો અને સમાજ માટે આશાનું કિરણ અને પ્રેરણા સ્ત્રોત બની છે.#MorbiUpdate #Morbi #Rajkot #Award #RoleModel #Divyang #JayOriya #Inspiration #GuardianAngelAwards2026