મોરબી : મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હેતલબેન પટેલના પિતા સ્વ. નરભેરામભાઈ મોહનભાઈ ઉઘરેજાની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.સંસ્કાર બ્લડ બેંક - મોરબીના સહયોગથી આ રક્તદાન કેમ્પ આગામી તારીખ ૨૮ માર્ચ, ૨૦૨૬ ને શનિવારના રોજ યોજાશે. રક્તદાન એ મહાદાન છે, ત્યારે આયોજકો દ્વારા આ કેમ્પમાં સ્વૈચ્છિક રક્તદાન કરી સ્વર્ગસ્થને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.રક્તદાન કેમ્પની વિગતતારીખ:- ૨૮-૦૩-૨૦૨૬, શનિવારસમય:- સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ કલાક સુધીસ્થળ:- સંસ્કાર બ્લડ બેંક, જી.આઈ.ડી.સી., શનાળા રોડ, મોરબી.સંપર્ક:- ૯૫૮૬૦ ૫૨૨૨૬ (હેતલબેન પટેલ)#Morbi #BloodDonation #BloodDonationCamp #MorbiNews #MorbiUpdate #SocialWork #SanskarBloodBank