વાંકાનેર : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે પર વઘાસિયા ટોલનાકા નજીક ગત તા.15 માર્ચના રોજ રાત્રીના સમયે બાઈક પર પરત ઘરે જઈ રહેલા ટ્રાન્સપોર્ટર યુવક નરેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા ઉ.34 રહે.અમરનાથ સોસાયટી, વાંકાનેર વાળાને અજાણ્યા કાર ચાલકે પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જતાં નરેન્દ્રસિંહને ગંભીર ઇજાઓ પહોંચતા અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવકના ભાઈ રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ ઝાલાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.