હળવદ : વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લાના હળવદ પ્રખંડ દ્વારા આયોજિત રામોત્સવની સોમવારે ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં હળવદ તાલુકાના 52 ગામોના રામભક્તો ઉમળકાભેર જોડાયા હતા. પૂજ્ય સંતોના હસ્તે દરેક ગામના પ્રતિનિધિઓને શ્રી રામ દરબાર મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી.વાજતે-ગાજતે પ્રતિકૃતિનું સ્થાપન અને રમતોત્સવહળવદના 52 ગામોમાંથી આવેલા ભક્તો જય શ્રી રામના નાદ સાથે વાજતે-ગાજતે રામ દરબારની પ્રતિકૃતિ પોતાના ગામમાં લઈ ગયા હતા. આ પ્રતિકૃતિના સ્થાપન બાદ હવે દરેક ગામમાં આગામી 3 દિવસ સુધી રમતોત્સવની ઉજવણી કરવામાં આવશે. કાર્યક્રમની વિશેષતા એ રહી કે પ્રથમ આરતી વાલ્મિકી સમાજના ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી, જે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિઆ પ્રસંગે દીપકદાસજી મહારાજ, ભક્તિનંદન સ્વામી તેમજ રામોત્સવ સમિતિના અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ, ઉપાધ્યક્ષ ગોપાલભાઈ ઠક્કર, જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અધ્યક્ષ ડો. મિલનભાઈ માલમપરા અને વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી ભાવેશભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.ભજનની રમઝટ અને કાર્યકર્તાઓની મહેનતરામોત્સવના પ્રથમ દિવસે રાત્રે અમરાપુર ગામના ભક્તો દ્વારા ધૂન-ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી. આ આયોજનને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ હળવદ પ્રખંડના કાર્યકર્તાઓ દિવસ-રાત જહેમત ઉઠાવી રહ્યા છે.#Halvad #VHP #Ramotsav #MorbiUpdate #ReligiousNews #BajrangDal #HalvadNews #RamMandir