મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા નીચીમાંડલ સબસ્ટેશનમાં જેટકો દ્વારા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી આવતીકાલે તારીખ 25/03/2026 ના રોજ આ સબસ્ટેશન હેઠળના વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રહેશે.ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગના નાયબ ઇજનેરની અખબારી યાદી મુજબ, નીચીમાંડલ સબસ્ટેશનમાંથી નીકળતા તમામ JGY, ઔદ્યોગિક અને ખેતીવાડી ફીડરમાં આવતીકાલે સવારે 7:00 વાગ્યાથી સાંજના 4:00 વાગ્યા સુધી મેન્ટેનન્સના કારણે વીજકાપ રહેશે. જેથી આ ફીડરમાં આવતા તમામ રહેણાક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔદ્યોગિક (એચ.ટી) વીજજોડાણોમાં વીજપુરવઠો બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર વીજપુરવઠો રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવશે.#MorbiUpdate #Morbi #PowerCut #PGVCL #MorbiNews #ElectricityUpdate #GujaratNews