મોરબી : મોરબીમાં મચ્છુ નદી પર આવેલો જૂનો પુલ સમારકામ બાદ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે, પરંતુ એસ.ટી. નિગમની ઓનલાઈન સિસ્ટમમાં હજુ પણ 'જૂનું બસ સ્ટેન્ડ' વનવાસ ભોગવી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પુલ બંધ હોવાને કારણે GSRTC ની મોબાઈલ એપ અને વેબસાઈટ પરથી ‘મોરબી જૂનું બસ સ્ટેન્ડ’ (Morbi Old Bus Stand) અને ‘મોરબી હાઉસિંગ’ (Morbi Housing) ના સ્ટોપેજ હટાવી લેવામાં આવ્યા હતા, જે પુલ શરૂ થયાના લાંબા સમય બાદ પણ હજુ સુધી રિ-ઓપન કરવામાં આવ્યા નથી.મુસાફરોને ભારે હાલાકીહાલમાં આ રૂટ પર એસ.ટી. બસોની અવરજવર નિયમિત રીતે શરૂ થઈ ગઈ છે, પરંતુ ઓનલાઈન બુકિંગ કરાવતા મુસાફરોને ભારે મુશ્કેલી પડી રહી છે. મુસાફરો જ્યારે એપમાં ટિકિટ બુક કરાવવા જાય છે ત્યારે આ બંને મહત્વના લોકેશન બતાવતા નથી. જેના કારણે મજબૂરીમાં મુસાફરોએ 'નવા બસ સ્ટેન્ડ'નું લોકેશન પસંદ કરવું પડે છે અથવા તો ઓનલાઈન ટિકિટ વિના મુસાફરી કરવી પડે છે.તંત્ર સમક્ષ રજૂઆતસ્થાનિક મુસાફરો અને જાગૃત નાગરિકો દ્વારા એસ.ટી. નિગમ (GSRTC) ને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે, GSRTC ની ઓનલાઈન ટિકિટિંગ સિસ્ટમમાં ‘Morbi Old Bus Stand’ અને ‘Morbi Housing’ ના બોર્ડિંગ પોઈન્ટ્સ તાત્કાલિક અસરથી ફરી સક્રિય (Re-open) કરવામાં આવે. આ સ્ટોપેજ પરથી પસાર થતી તમામ બસોની વિગતો એપમાં અપડેટ કરવામાં આવે જેથી મુસાફરો ઘરબેઠા બુકિંગ કરી શકે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ બાબતે કેટલી ઝડપથી જાગે છે અને મુસાફરોની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે.#MorbiUpdate #GSRTC #MorbiNews #STBus #OnlineBooking #MorbiOldBusStand #PublicIssue #MorbiTransport