વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની 'SHE TEAM' દ્વારા ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલા એક સગીરને તેના પરિવાર સાથે હેમખેમ પરત મેળવી આપવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. ૨૧/૦૩/૨૦૨૬ ના રોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે ચોટીલા પોલીસ સ્ટેશનની પી.સી.આર. વાનના ઇન્ચાર્જ (૧૧૨) દ્વારા એક સગીર વયના બાળકને વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. આ અંગે 'SHE TEAM' ને જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલના માર્ગદર્શન મુજબ સગીર વયના બાળકનું કાઉન્સેલિંગ કરી પૂછપરછ કરવામાં આવી હતી.પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ કિશોરનું નામ દેવેન્દ્ર ફતેહલાલ ગામેતી (ઉ.વ. ૮, મૂળ રહે. ભાટ, તા. ઘોઘુંદા, જિ. ઉદયપુર) છે. તે વાંકાનેર બાઉન્ડ્રી આસપાસ આવેલ કોઈ કારખાના ખાતે તેના માસી ચંપાબેન તથા માસા વેણીરામ ગામેતી સાથે રહેતો હતો અને પોતાના ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયો હતો.આ હકીકત સામે આવતા વાંકાનેર તાલુકા પોલીસની 'SHE TEAM' દ્વારા સગીરના માસા વેણીરામ શાંતિલાલ ગામેતી (હાલ રહે. જયસ્ટોન વસુંધરા, તા. વાંકાનેર, મૂળ રહે. સેમટાલ, તા. ઘોઘુંદા, જિ. ઉદયપુર) નો સંપર્ક કરી તેમને વાંકાનેર તાલુકા પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા. પોલીસે સગીરને હેમખેમ તેના પરિવારને સોંપી દીધો હતો અને ભવિષ્યમાં આવું કોઈ પગલું ન ભરે તે માટે સારી રીતે દેખભાળ રાખવા અને તકેદારી રાખવા સમજૂતી આપી હતી.આ સરાહનીય કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ 'SHE TEAM' ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એ. ભરાગા, મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ હંસાબેન પાપોદરા અને પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવી હતી.#Wankaner #Morbi #WankanerPolice #SheTeam #MorbiPolice #MissingChildFound #GoodSamaritan #MorbiUpdate #GujaratPolice