ડીઝલની અછત, ઔદ્યોગિક ડીઝલના ભાવ રૂ. 112 થવા તેમજ ટાયર અને સ્પેરપાર્ટ્સના ભાવ વધારાને પગલે 24 માર્ચથી નવો ભાવ વધારો લાગુ પડશેમોરબી: મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર પડી રહી છે. રિટેલ પંપો પર ડીઝલના પુરવઠાની અછત અને ઔદ્યોગિક ડીઝલના ભાવમાં થયેલા ભડકાને કારણે કંડલા મુંદ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશન (KMCTWA) દ્વારા તમામ ડેસ્ટિનેશન માટેના ટ્રાન્સપોર્ટેશન રેટમાં 20% નો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવો ભાવ વધારો 24 માર્ચ 2026 થી અમલમાં આવશે.એસોસિએશનના પ્રમુખ ભગીરથસિંહ જાડેજા દ્વારા જારી કરાયેલી ટ્રેડ નોટિસમાં જણાવાયું છે કે, હાલમાં પેટ્રોલ પંપો પર ડીઝલનો જથ્થો મર્યાદિત માત્રામાં મળી રહ્યો છે, જેનાથી ટ્રાન્સપોર્ટરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, બજારમાં ટાયર બનાવતી કંપનીઓ અને સ્પેરપાર્ટ્સના ડીલરોએ પણ તેમના ભાવમાં 3 થી 4 ટકાનો વધારો કરી દીધો છે, જેનાથી ટ્રાન્સપોર્ટરો માટે સામાન્ય પ્રવાહમાં વાહનો ચલાવવા પડકારજનક બની ગયા છે.વધુમાં, સરકાર દ્વારા ઔદ્યોગિક ડીઝલનો ભાવ વધારીને 112 રૂપિયા પ્રતિ લિટર કરી દેવામાં આવ્યો છે. આ સંજોગોમાં, એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ માટેના જહાજો સમયસર કનેક્ટ થાય અને ડેમરેજ ચાર્જથી બચવા માટે ટ્રાન્સપોર્ટરોને ઇમરજન્સીમાં ઊંચા ભાવે ઔદ્યોગિક ડીઝલ ખરીદવાની ફરજ પડી રહી છે.આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, એસોસિએશને નિર્ણય લીધો છે કે 24 માર્ચ 2026, મંગળવારથી તમામ સ્થળો માટે પરિવહન દરમાં 20% નો વધારો કરવામાં આવશે. આ સાથે, એસોસિએશને એવી પણ શરત મૂકી છે કે અન્ય સહાયક સપ્લાયર્સની જેમ જ હવેથી ટ્રાન્સપોર્ટેશનની ચૂકવણી પણ 24 કલાકમાં એડવાન્સ (અપફ્રન્ટ) કરવાની રહેશે.એસોસિએશને નોટિસના અંતમાં સ્પષ્ટતા કરી છે કે આ 20% નો વધારો સંપૂર્ણપણે મધ્ય પૂર્વની વર્તમાન પરિસ્થિતિને કારણે છે. ભવિષ્યમાં જ્યારે પરિસ્થિતિ સામાન્ય બનશે ત્યારે આ વધારો પાછો ખેંચી લેવામાં આવશે.#MorbiUpdate #KandlaPort #MundraPort #TransportAssociation #FreightIncrease #GujaratNews #DieselPriceHike #MiddleEastCrisis #TransportNews #GujaratiNews