52 દાવેદારોએ ઉમેદવારી નોંધાવીમાળિયા (મિયાણા): આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનોએ પોતાની દાવેદારી રજૂ કરી હતી.આજરોજ યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો પોતાના સમર્થકો અને આગેવાનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં માળિયા તાલુકા પંચાયતની બેઠકો માટે 40 ઉમેદવારોએ અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 12 ઉમેદવારોએ પોતાની સેન્સ આપી ઉમેદવારી નોંધાવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવેલી સેન્સ પ્રક્રિયાથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. #Morbi #Maliya #Congress #Election2026 #LocalBodyElection #PoliticalNews #GujaratPolitics #SandeepKalariya #MorbiUpdate