મોરબી: ચાલુ નાણાકીય વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું હોય, વેપારીઓને હિસાબોનું કાર્ય પૂર્ણ કરવામાં સરળતા રહે તે હેતુથી મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અનાજ વિભાગમાં માર્ચ એન્ડિંગની રજાઓ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત આગામી દિવસોમાં હરાજી અને આવક બંધ રહેશે.મોરબી APMC ના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ, અનાજ વિભાગમાં તા. 25-03-2026 થી તા. 31-03-2026 સુધી રજા જાહેર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન હરાજીનું કામકાજ બંધ રહેશે.જાણો વિગતવાર શિડ્યુલ: • આવક ક્યારે બંધ થશે?: તા. 24-03-2026 ને મંગળવારના રોજ સવારના 10:00 વાગ્યા સુધી જ માલની આવક લેવામાં આવશે. ત્યારબાદ આવક સદંતર બંધ કરવામાં આવશે અને ઉતરાઈ કરવા દેવામાં આવશે નહીં. • પેન્ડિંગ માલની હરાજી: તા. 25-03-2026 ને બુધવારના રોજ માત્ર પેન્ડિંગ રહેલા માલની હરાજી કરવામાં આવશે. • નવી આવક ક્યારથી શરૂ થશે?: તા. 31-03-2026 ને મંગળવારના રોજ બપોરે 04:00 વાગ્યાથી નવી આવક શરૂ કરવામાં આવશે. • નિયમિત કામકાજ: તા. 01-04-2026 ને બુધવારથી અનાજ વિભાગમાં રાબેતા મુજબ હરાજીનું કામકાજ શરૂ થશે.વધુમાં, રજાના દિવસોમાં વેપારીઓએ શેડ ઉપરથી પોતાનો માલ ઉપાડી લેવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે. આ ફેરફારની જનરલ કમિશન એજન્ટો, વેપારીઓ અને ખેડૂત ભાઈઓએ નોંધ લેવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiAPMC #MarketingYard #MarchEnding #FarmersNews #GujaratNews