તંત્ર ઊંઘતું ઝડપાયું : મહાપાલિકાનો બાગ બગીચા વિભાગ સમગ્ર મામલે તપાસ હાથ ધરશેમોરબી : સરકારી કચેરીઓમાં સુરક્ષા અને દેખરેખના મોટા દાવાઓ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લાલબાગ સ્થિત સેવા સદનની સરકારી કચેરીના કેમ્પસમાં કોઈ અજાણ્યા શખ્સે ગેરકાયદેસર રીતે ૫થી ૬ જેટલા જીવંત વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે.વૃક્ષો કાપનાર શખ્સને પૂછપરછ કરતા તેણે એક વિચિત્ર ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે કોઈ બીજા અજાણ્યા વ્યક્તિએ તેને આ વૃક્ષો કાપવાનું કહ્યું હતું. વૃક્ષો કાપનાર વ્યક્તિને એવું લાગ્યું કે તેને સૂચના આપનાર કોઈ સરકારી કર્મચારી હશે, જેથી તે તેની વાતમાં આવી ગયો હતો અને કોઈ પણ જાતની મંજૂરી માંગ્યા વગર કે ચકાસણી કર્યા વગર જ આ વૃક્ષો કાપી નાખ્યા હતા.આ ઘટનાએ કચેરીની સુરક્ષા અને તંત્રની લાપરવાહી પર અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે કોઈ પણ અજાણી વ્યક્તિ સરકારી કચેરીમાં પ્રવેશીને કોઈ પણ જાતની મંજૂરી વગર આટલા બધા વૃક્ષો કાપી જાય અને ત્યાં હાજર કોઈ કર્મચારી કે સિક્યુરિટીને તેની ગંધ પણ ન આવે તે કેવી રીતે શક્ય છે? આ ગંભીર બાબતે મહાનગરપાલિકાના બાગ અને બગીચા વિભાગના જય મકાડીયાએ જણાવ્યું હતું કે આ અંગેની કોઈ મંજૂરી આપવામાં નથી આવી. વધુમાં તપાસ કરવામાં આવશે તેવું તેમને જણાવ્યું હતું.હવે જોવું એ રહ્યું કે તંત્ર દ્વારા આ મામલે માત્ર કાગળ પર તપાસ થાય છે કે પછી વૃક્ષો કાપનાર અને કપાવાનાર બંને સામે કોઈ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે છે.#MorbiUpdate #Lalbagh #TreeCutting #Mahanagarpalika #IllegalTreeCutting #Environment #LocalNews #GujaratNews