મોરબી: મોરબીના નવલખી રોડ પર રેલ્વે સ્ટેશન પાસે આવેલું અને સમગ્ર પંથકની આસ્થાનું કેન્દ્ર એવું ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરમાં અત્યારે ચૈત્રી નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી બુધવારે મંદિરના આંગણે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.ચૈત્રી નવરાત્રી મહોત્સવને લઈને ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરને આકર્ષક રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું છે. આ મહોત્સવના ભાગરૂપે તારીખ 25/03/2026 ને બુધવારના રોજ રાત્રે 8:30 કલાકે મંદિરના આંગણે મ્યુઝિક પાર્ટી અને ઓર્કેસ્ટ્રાના સંગાથે રાસ ગરબાની જમાવટ થશે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનો લાભ લેવા માટે ધક્કાવાળી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ બહેનો અને દીકરીઓને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.વિશેષમાં, આ રાસ ગરબાના કાર્યક્રમમાં અંજલી ઈવેન્ટના રમેશ ભદ્રા અને તેમની ટીમ દ્વારા સેવા પૂરી પાડવામાં આવશે. આ ટીમ દ્વારા મંડપ સર્વિસ સહિતની તમામ વ્યવસ્થાઓ કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વિના, સંપૂર્ણપણે નિઃશુલ્ક સેવાના ભાગરૂપે આપવામાં આવી છે, જે ખરેખર પ્રશંસાને પાત્ર છે.#Morbi #DhakkaValiMeldiMaa #Navratri2026 #RasGarba #MorbiUpdate #ReligiousNews #ChaitriNavratri #MorbiEvents