મોરબી : મોરબીમાં ઘોળેશ્વર સ્મશાનની ગોખલાવાળી મસાણી મેલડી મંદિર તથા સ્મશાનના લાભાર્થે આગામી ચૈત્ર સુદ-8 ને ગુરુવારના રોજ ભવ્યાતિભવ્ય ડાક ડમરુના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આ ધાર્મિક મહોત્સવની વિગતો મુજબ, તારીખ 26/03/2026 ને ગુરુવાર (ચૈત્ર સુદ-8) ના રોજ વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે. જેમાં સાંજે 6 કલાકે મહાપ્રસાદ, રાત્રે 7 કલાકે મહાઆરતી અને ત્યારબાદ રાત્રે 9 કલાકે ભવ્ય ડાક ડમરુના કાર્યક્રમની શરૂઆત થશે. આ કાર્યક્રમમાં કલાકાર કુલદીપભાઈ રાવળદેવ અને ભાવેશભાઈ રાવળદેવ પોતાની કલા પીરસશે.આ કાર્યક્રમ ઘોળેશ્વર સ્મશાન, વી.સી. ફાટક અંદર, કેશવાનંદ બાપુના આશ્રમની બાજુમાં, મોરબી ખાતે યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભુવા ભાવેશભાઈ, રાહુલભાઈ, યુવરાજભાઈ, બાબુભાઈ, લખનભાઈ, દિનેશભાઈ તેમજ આયોજકો દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે વિપુલભાઈ (મો. 9825498811) અથવા યોગેશભાઈ (મો. 9638828839) નો સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #ReligiousEvent #DakDamru #MasaniMeldiDham #GholeshwarSmshan #Devotional #SaurashtraNews