હળવદ : હળવદ પોલીસે દેશી દારૂના બે અલગ અલગ દરોડા પાડ્યા હતા જેમાં કડીયાણા ગામે જીજે - 36 - બીસી - 5502 નંબરના જયુપીટર મોટર સાયકલમા દેશી દારૂની હેરફેર કરી રહેલા આરોપી ગોપાલ ચંદુભાઈ ઉઘરેજા ઉ.25 રહે.ત્રાજપર, મોરબી વાળાને 40 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 8000 તેમજ 30 હજારના મોટર સાયકલ સાથે ઝડપી લીધો હતો.આરોપીએ દારૂનો જથ્થો કડીયાણાના રહેવાસી સોમાભાઈ ઉમરભાઈ દેવીપૂજક પાસેથી લીધો હોય બન્ને વિરુદ્ધ ગુંન્હો નોંધ્યો હતો. જ્યારે બીજા દરોડામાં વેગડવાવ ગામની સીમમાં આરોપી કારુભાઇ ઘનશ્યામભાઈ ઝખવાડિયાની વાડીમાં દરોડો પાડી 400 લીટર દેશી દારૂનો આથો કિંમત રૂપિયા 10,000 કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.