મોરબી : મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું હોવા છતાં વહીવટી તંત્રની કામગીરીમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી. એક તરફ સરકાર વીજળી બચાવવાની વાતો કરે છે, બીજી તરફ મોરબીના મુખ્ય માર્ગો પર ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટો ચાલુ જોવા મળી રહી છે.મુખ્ય માર્ગો પર 24 કલાક લાઈટો ચાલુશહેરના મુખ્ય માર્ગ ગણાતા ઉમિયા સર્કલથી ભક્તિનગર સુધીના રોડ પર ધોળા દિવસે પણ લાઈટો ધમધમતી જોવા મળે છે. અગાઉ જ્યારે નગરપાલિકા હતી ત્યારે પણ આ જ સ્થિતિ હતી અને હવે મહાનગરપાલિકા બન્યા પછી પણ પરિસ્થિતિમાં કોઈ જ ફરક પડ્યો નથી. મુખ્ય રોડ સિવાય શહેરના અંદરના અનેક વિસ્તારોમાં પણ 24 કલાક લાઈટો ચાલુ રહેતી હોવાની ફરિયાદો ઉઠી છે.વીજળી બચાવવાના દાવા પોકળ ? મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે વીજ બિલ અને વીજળી બચાવવાની વાતો કરવામાં આવે છે, ત્યારે આ લાઈટો બંધ કેમ ન કરાવી શકતા હોવાના પ્રશ્નો ઉભા થયા છે. તેમજ જો મુખ્ય માર્ગો પર જ લાઈટો બંધ ન કરવામાં આવતી હોય, તો અંદરના વિસ્તારોમાં કેવી હાલત હશે તેવા પ્રશ્નો જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા છે. #Morbi #MorbiCorporation #StreetLight #ElectricityWaste #MorbiUpdate #Negligence #GujaratNews #LocalIssue