વોટર સપ્લાયર્સ દ્વારા 1 એપ્રિલથી ભાવ વધારો જાહેર : શહેરમાં દરરોજ અંદાજે 20 હજાર જેટલા ફિલ્ટર કેરબાનું ઘરો-ઓફિસોમાં થાય છે વિતરણમોરબી : મોરબીમાં ઉનાળાની શરૂઆત સાથે જ લોકો માટે એક માઠા સમાચાર છે. મોરબી વોટર સપ્લાયર્સ એસોસિએશન દ્વારા ફિલ્ટર પાણીના કેરબાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તારીખ ૧-૪-૨૦૨૬થી મોરબીમાં ૨૦ લીટર પાણીના કેરબાના ભાવમાં ૫ રૂપિયાનો વધારો લાગુ કરવામાં આવશે. અત્યાર સુધી જે કેરબો ૧૫ રૂપિયામાં મળતો હતો, તે હવેથી ૨૦ રૂપિયામાં મળશે.વોટર સપ્લાયર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, કાચા માલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. પાણી ભરવા માટેની જે નવી ખાલી બોટલ અગાઉ ૧૫૦ રૂપિયામાં મળતી હતી, તેનો ભાવ હવે વધીને ૨૦૦ રૂપિયા થઈ ગયો છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન, મજૂરી ખર્ચ અને અન્ય ખર્ચાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે પ્રોડક્ટના ભાવ વધારવા અનિવાર્ય બન્યા છે. અન્ય મોટા શહેરો જેમ કે અમદાવાદમાં ૨૦ લીટરના કેરબાનો ભાવ ૩૦ રૂપિયા જેટલો છે, તેની સરખામણીમાં મોરબીમાં હજુ પણ ભાવ ૨૦ રૂપિયા જ રહેશે.મોરબીમાં અંદાજિત ૨૦ થી ૨૫ જેટલા વોટર સપ્લાયર્સ કાર્યરત છે. એસોસિએશનના જણાવ્યા મુજબ, મોરબીમાં દૈનિક ધોરણે પાણીનો મોટો વપરાશ છે. મોરબીમાં એક સપ્લાયર રોજની અંદાજે ૮૦૦ થી ૧૦૦૦ જેટલી બોટલ સપ્લાય કરે છે. આ ગણતરી મુજબ મોરબીમાં દરરોજ અંદાજે ૨૦,૦૦૦ જેટલા કેરબાનો વપરાશ થાય છે. એસોસિએશન દ્વારા સર્વાનુમતે ૧ એપ્રિલથી નવો ભાવ અમલમાં મૂકવાનો નિર્ણય કરાયો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #WaterPriceHike #WaterSuppliersAssociation #GujaratNews #ROwater