મોરબી : મચ્છરજન્ય રોગોના અટકાયત અને નિયંત્રણ માટે મોરબી મહાનગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ઘર મુલાકાત, પોરાનાશક કામગીરી અને ફોગીંગ સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.મેલેરિયા શાખાની ટીમ દ્વારા અનંતનગર, શક્તિનગર, ગાંધી સોસાયટી, ઘાંચી શેરી, અંબિકા રોડ, રાધા પાર્ક અને વાઘપરા જેવા વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન પાણી ભરેલા પાત્રોની ચકાસણી કરી, મચ્છરના પોરા ઉત્પન્ન થતા અટકાવવા માટે એબેટ કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત, એવન્યુ પાર્ક, દાઉદી પ્લોટ અને કબીર ટેકરી પાસેના વોકળામાં મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે દવાનો છંટકાવ અને ફોગીંગ કરવામાં આવ્યું હતું. પખાલી શેરી, ખત્રીવાડ, શાકમાર્કેટ, રાવલશેરી, માધાપર અને સ્ટેશન રોડની ગટરોમાં પણ મચ્છરનાશક દવાનો છંટકાવ કરાયો હતો.નગરજનોને સાવચેતી રાખવા આરોગ્ય અધિકારીની અપીલમચ્છરજન્ય રોગોથી બચવા માટે શું કરશો?પાણીના પાત્રોને હંમેશા હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા.સાંજના સમયે મચ્છરોનો પ્રવેશ રોકવા બારી-બારણાં બંધ રાખવા.રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો.શરીર પૂરેપૂરું ઢંકાય તેવા કપડાં પહેરવા જેથી મચ્છર કરડવાથી બચી શકાય.ઘરની આસપાસ ભરાયેલા બંધિયાર પાણીનો નિકાલ કરવો અથવા વહેતું કરી દેવું.જો કોઈ પણ વ્યક્તિને તાવના લક્ષણો જણાય, તો તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #HealthDepartment #MalariaControl #Fogging #PublicHealth #Awareness