82 દાવેદારોએ દાવેદારી નોંધાવીમોરબી : ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જે અંતર્ગત આજે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના આદેશ અને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાના માર્ગદર્શન હેઠળ આ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રભારી ડો. હેમાંગ વસાવડા અને સહપ્રભારી દીપેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના નિશાન પર ચૂંટણી લડવા માંગતા 82 જેટલા ઈચ્છુક દાવેદારો આ સેન્સ પ્રક્રિયામાં જોડાયા હતા. નિરીક્ષકો દ્વારા તમામ દાવેદારોને વ્યક્તિગત રીતે સાંભળવામાં આવ્યા હતા અને તેમની રજૂઆતોની નોંધ લેવામાં આવી હતી.મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં દાવેદારોએ પોતાની દાવેદારી રજૂ કરી છે. આગામી દિવસોમાં આ સેન્સના આધારે ઉમેદવારોના નામની પસંદગી પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.#Morbi #MorbiUpdate #Congress #Election2026 #MorbiMunicipality #Politics #AmitChavda #SenseProcess