હળવદ : હળવદ તાલુકાના અજિતગઢ ગામની સીમમાં ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની જયંતીભાઈ મંગળીયાભાઈ ચૌહાણ ઉ.48 ગત તા.4 માર્ચના રોજ પોતાનું એમપી - 69 - ઝેડડી - 0631 નંબરનું બાઈક લઈને જતા હતા ત્યારે હળવદ તાલુકાના ચરાડવા નજીક કે.ટી.મિલ પ્રાથમિક શાળા સામે બાઈક સ્લીપ થઈ જતા ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.