મોરબી : માળિયા મિયાણા પોલીસ દ્વારા રમજાન ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન બાતમીના આધારે પોલીસે વિસાલા હોટલ પાસે આવેલા કાચા રસ્તા પરથી જાહેરમાં એક શખ્સને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે માળિયા મિયાણા વિસ્તારમાં વિસાલા હોટલ પાસે કાચા રસ્તા પરથી આરોપી સુલ્તાન ઉર્ફે ટપુસ રસુલભાઈ કટીયા (મિયાણા, ઉ.વ.૩૨, રહે. માળિયા-કચ્છ નેશનલ હાઇવે રોડ, વીસાલા હોટલની પાછળ, માળિયા મિયાણા) ને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી રૂપિયા ૨૦૦૦ ની કિંમતનો ૧ દેશી હાથ બનાવટી તમંચો (હથિયાર) કબ્જે કર્યો છે અને તેની સામે હથિયારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી માળિયા મિયાણા પોલીસ ઇન્સ્પેકટર કે.કે. દરબાર તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.#MorbiUpdate #MorbiNews #MaliyaMiyana #MorbiPolice #CrimeNews #WeaponSeized #GujaratPolice