જિલ્લાના પાંચેય તાલુકાની મહિલા સભ્યોને પાણીની બચત, વિતરણ વ્યવસ્થા અને મરામત નિભાવની અંગે માર્ગદર્શન અપાયુંમોરબી: ‘જળ એ જ જીવન’ના મંત્રને સાર્થક કરવા અને જળ વ્યવસ્થાપનમાં મહિલાઓની ભાગીદારી વધારવાના હેતુથી વાસ્મો-મોરબી દ્વારા ‘મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ’ કાર્યક્રમનું સવિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાણીવેરા પ્રોત્સાહન અને જળ વિતરણ વ્યવસ્થામાં આદર્શ કામગીરી કરનાર પાણી સમિતિઓ તેમજ કર્મનિષ્ઠ મહિલા સભ્યોનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન વાસ્મો કચેરીના તજજ્ઞો દ્વારા ઉપસ્થિત મહિલાઓને પાણીવેરાની અગત્યતા, પાણી સમિતિ અને સખી મંડળ (SHG) ના સંકલનથી થતા ફાયદાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંત પાણીની બચત, વિતરણ લાઇનની મરામત અને નિભાવણી જેવા પાયાના મુદ્દાઓ પર ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.મોરબી જિલ્લાના પાંચેય તાલુકાના વિવિધ ગામોની ગ્રામ પંચાયત, પાણી સમિતિ તેમજ સખી મંડળની મહિલા સભ્યોએ મોટી સંખ્યામાં હાજર રહી જળ સંચયનો નિર્ધાર કર્યો હતો. ગ્રામીણ સ્તરે પાણીના સુચારૂ વિતરણમાં મહિલાઓની નિર્ણાયક ભૂમિકાને આ પ્રસંગે બિરદાવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં વાસ્મો યુનિટ મેનેજર અને પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર એમ. એસ. દામા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, ICDS જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાય, ડેપ્યુટી ઈજનેર પ્રિયંકાબેન કુકડીયા, કાર્યપાલક ઈજનેર પૂર્વાંગીબેન ગોસાઈ અને ડેપ્યુટી ઈજનેર આર.ડી. બાવરવા સહિત વાસ્મો અને પાણી પુરવઠા વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.#Morbi #MorbiUpdate #WASMO #WomenEmpowerment #WaterManagement #JalShakti #GujaratGovernment #MorbiNews #WaterConservation