છેલ્લા 10 વર્ષમાં સિલિકોસિસથી મૃત્યુ પામેલા મૃતકોના 205 વારસદારોને કુલ 3.39 કરોડની સહાય પૂરી પડાઈ ગાંધીનગર : રાજ્યમાં અકીક, પથ્થર અને બાંધકામ જેવા વ્યવસાયો સાથે સંકળાયેલા અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ માટે સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. વ્યવસાયલક્ષી ગંભીર રોગ સિલિકોસિસ સામે રક્ષણ અને આર્થિક સહાય આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યાદી મુજબ, સિલિકોસિસથી પીડાતા દર્દીઓને બીમારીના કિસ્સામાં 3 લાખની સહાય અને જો શ્રમયોગીનું મૃત્યુ થાય તો તેના વારસદારોને 4 લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. છેલ્લા 10 વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા સિલિકોસિસથી મૃત્યુ પામેલા મૃતકોના 205 વારસદારોને કુલ 3.39 કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે.નિદાન અને સારવાર તદ્દન મફતઆરોગ્ય કમિશનરની કચેરી દ્વારા સિલિકોસિસના દર્દીઓ માટે નિદાન અને સારવારની સુવિધા રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો અને GMERS કોલેજો ખાતે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ચાલુ વર્ષ 2025-26માં અત્યાર સુધીમાં સૌથી વધુ 48 વારસદારોને 1.82 કરોડની સહાય આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.કેવી રીતે અરજી કરવી?આ યોજનાનો લાભ લેવા માટે પાત્ર શ્રમયોગીઓ અને વ્યવસાયિકો બોર્ડની અધિકૃત વેબસાઈટ https://grwwb.gujarat.gov.in પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકે છે. અરજીપત્રક ભરીને તેની સાથે જરૂરી પ્રમાણિત નકલો જોડી, જિલ્લા કક્ષાએ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય તંત્રની કચેરી અથવા જિલ્લા સરકારી શ્રમ અધિકારીની કચેરીએ જમા કરાવવાનું રહેશે.#GujaratGovernment #SilicosisRelief #LaborWelfare #HealthSupport #MorbiUpdate #FinancialAid #WorkerWelfare #GovernmentScheme