મોરબી : ઉનાળાની ઋતુની શરૂઆત થતા જ કાળઝાળ ગરમી પડવા લાગી છે, ત્યારે અબોલ પક્ષીઓની તરસ છીપાવવા માટે મોરબીના સેવાભાવી યુવાન અજય લોરીયા અને ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આગામી તારીખ ૨૧/૦૩/૨૦૨૬ ને શનિવારના રોજ સવારે ૯ વાગ્યાથી મોરબીના શનાળા રોડ પર આવેલ સુપર માર્કેટ પાસે પક્ષીઓ માટે નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે. ઉનાળાના આકરા તાપમાં કોઈ પક્ષી પાણી વિના તરફડીને જીવ ન ગુમાવે અને દરેક પક્ષીને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી આ જીવદયાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.મોરબીના વધુને વધુ લોકો આ સેવાનો લાભ લે અને પોતાના ઘરની અગાસી, બાલ્કની કે આંગણામાં કુંડા લટકાવી જીવદયાના આ ભગીરથ કાર્યમાં સહભાગી બને તે માટે આયોજક અજય લોરીયા દ્વારા તમામ નગરજનોને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #Jivdaya #AjayLoria #SevaEJSampattiFoundation #SaveBirds #WaterForBirds #Summer #SocialWork