મોરબી : મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી મોરબી એસટી ડેપો ખાતે વધુ એક નવી બસ સેવાનો ઉમેરો કરવામાં આવ્યો છે. આજરોજ મોરબી ડેપો ખાતેથી નવી 'મોરબી-પુનાવાડા' ગુર્જર નગરી બસને પ્રજાની પરિવહન સેવા માટે ખુલ્લી મુકવામાં આવી છે.આ નવીન બસના પ્રસ્થાન પ્રસંગે મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કણજારીયા, મહામંત્રી ભુપતભાઈ જારીયા, રાજકીય અગ્રણી જયદીપભાઈ દેત્રોજા, સામાજિક અને ભાજપ અગ્રણી અનિલભાઈ વરમોરા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, મોરબી ભાજપ ઉપપ્રમુખ કેયુરભાઈ પંડ્યા અને પૂર્વ કાઉન્સિલર રોહિતભાઈ કણજારીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.રાજકીય આગેવાનો તેમજ મોરબી ડેપો મેનેજર પી.જી. કુંપાવત, એસ.ટી. સ્ટાફ અને મુસાફરોની ઉપસ્થિતિમાં આ નવી મોરબી-પુનાવાડા બસને લીલીઝંડી આપીને પ્રતીક પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ નવા રૂટની બસ સેવા શરૂ થવાથી મુસાફરોને આવન-જાવનમાં વધુ સરળતા રહેશે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiSTDepot #GSRTC #GurjarNagari #NewBusRoute #MorbiToPunawada