બાળવિકાસ સંબંધિત વિવિધ તકલીફો માટે નિષ્ણાત તબીબ દ્વારા સચોટ સારવાર અને માર્ગદર્શન મળશેમોરબી: મોરબીમાં બાળકોના વિકાસલક્ષી પ્રશ્નોની યોગ્ય સારવાર માટે ઘરઆંગણે જ આરોગ્ય સેવા મળવાની છે. જાણીતા ન્યુરો ડેવલપમેન્ટ થેરાપિસ્ટ ડો. સવજી નકુમ (B.PT, NDT(Pead) USA, G.S.C.P.T) મોરબીમાં કાલે તારીખ 21 માર્ચ અને શનિવારના રોજ રવાપર રોડ પર આવેલ કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.આ ખાસ દિવસે બાળવિકાસમાં થતી વિવિધ તકલીફો જેવી કે સી.પી. (C.P.) બાળક, ઓટીઝમ, હાઈપર એક્ટીવ, ડાઉન સિન્ડ્રોમ, બોલવામાં તથા સમજવામાં પડતી મુશ્કેલી, બિહેવિયર પ્રોબ્લેમ અને ભણવામાં થતી તકલીફ માટે સચોટ નિદાન અને સારવાર આપવામાં આવશે. ડો. સવજી નકુમ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યાધુનિક પદ્ધતિઓથી વિવિધ થેરાપીઓ આપવામાં આવશે. જેમાં મુખ્યત્વે ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, બિહેવિયર થેરાપી, સ્પીચ થેરાપી, સેન્સરી ઈન્ટ્રીગેશન અને કોગ્નીટીવ થેરાપી વગેરેનો સમાવેશ થાય છે.બાળકોના યોગ્ય વિકાસ અને તેમની તકલીફોના સચોટ નિરાકરણ માટે વાલીઓને આ નિષ્ણાત સેવાનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે. વધુ માહિતી અને એપોઇન્ટમેન્ટ માટે નીચે આપેલ સરનામે અથવા મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકાશે.સ્થળ: કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક, સોમનાથ પ્લાઝા, 3જો માળ, મામા ફટાકડા પાસે, રવાપર રોડ, મોરબી – 1.તારીખ અને વાર: 21 માર્ચ, શનિવારસમય: સવારે 10:00 થી બપોરે 2:00 વાગ્યા સુધીસંપર્ક નંબર: 97278 41107#Morbi #MorbiUpdate #MorbiNews #PhysiotherapyMorbi #KesharPhysiotherapy #ChildDevelopment #NeuroTherapy #SpeechTherapy #HealthUpdate #MorbiHealth