નવો કેનાલ રોડ બનાવવા, 5 માર્કેટોને આધુનિક બનાવવા, કુલ 22 નવા રસ્તાઓ વિકસાવવા, 9 રસ્તાઓની શોભા વધારવા, નહેરુ ગેટથી દરબારગઢ સુધી 'હેરીટેજ વોક-વે' બનાવવા અને મણીમંદિરે '3D ડાયનેમિક લાઇટ એન્ડ સાઉન્ડ શો' શરૂ કરવાની જોગવાઈમોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા 20 માર્ચના રોજ આવનારા નાણાકીય વર્ષ 2026-27 માટેનું ભવ્ય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષ 2025-26 ના રૂ. 783.02 કરોડના બજેટની સરખામણીમાં આ વર્ષે બજેટના કદમાં ધરખમ વધારો કરી 'માર્વેલસ મોરબી 2.0' ની થીમ સાથે રૂ. 1132.38 કરોડનું જમ્બો બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.આવક અને ખર્ચનો અંદાજ● મૂડી બજેટ (Capital Budget): રૂ.944.68 કરોડ● મહેસુલી બજેટ (Revenue Budget): રૂ.176.85 કરોડ● અનામત (Deposit): રૂ.10.85 કરોડ'સિટીઝન્સ બજેટ': નાગરિકોના 64 સૂચનોનો સમાવેશપારદર્શકતા અને નાગરિકોની ભાગીદારી વધારવાના હેતુથી પાલિકા દ્વારા 'સિટીઝન્સ બજેટ' નામની અનોખી પહેલ કરવામાં આવી હતી. આ અંતર્ગત નાગરિકો પાસેથી મળેલા કુલ 149 સૂચનોમાંથી 64 જેટલા મહત્વના સૂચનોને ગ્રાહ્ય રાખીને બજેટમાં સમાવી લેવામાં આવ્યા છે, જે સક્રિય લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ છે.'માર્વેલસ મોરબી 2.0' અંતર્ગત મુખ્ય વિકાસ કાર્યોની ભેટ● આઉટગ્રોથ કનેક્ટિવિટી રોડ (રૂ. 55 કરોડ): લીલાપર, રવાપર, દલવાડી સર્કલ, પંચાસર, વાવડી અને નવલખી રોડને જોડતો નવો કેનાલ રોડ (કુલ 6 રોડ) બનાવાશે, જેથી ટ્રાફિકનું ભારણ ઘટશે.● નવા રસ્તા અને રીસર્ફેસિંગ (રૂ. 70 કરોડ): શનાળા રોડ, રવાપર રોડ, અવની રોડ સહિતના કુલ 22 નવા રસ્તાઓ વિકસાવાશે તેમજ જૂના રસ્તાઓનું રીસર્ફેસિંગ કામ હાથ ધરાશે.● વોટર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અપગ્રેડેશન (રૂ. 49.51 કરોડ): સરદાર બાગ, પંચાસર અને વિ.સી. પરા વિસ્તારોમાં સમાન અને નિયમિત પાણી વિતરણ માટે નેટવર્ક સુધારાશે.● બે નવા STP નું નિર્માણ (રૂ. 78 કરોડ): ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં ગટરના પાણીના શુદ્ધિકરણ અને પર્યાવરણ સંરક્ષણ માટે 2 નવા સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નંખાશે.● માર્કેટ રીડેવલપમેન્ટ (રૂ. 35 કરોડ): ત્રિકોણ બાગ, મુખ્ય માર્કેટ, દીનદયાળ માર્કેટ સહિત 5 માર્કેટોને આધુનિક અને સુવિધાયુક્ત બનાવાશે.● વાઇટ ટોપિંગ રોડ (રૂ. 32.57 કરોડ): લાંબા ગાળે ટકાઉ રહે તે માટે ચક્કર રોડ, એસ.પી. રોડ અને વેલનાથથી નેશનલ હાઇવે સુધીના કુલ 3 રોડને વાઇટ ટોપિંગ (કોન્ક્રીટ) રોડ બનાવાશે.● ડ્રેનેજ લાઇન વિકાસ (રૂ. 21.97 કરોડ): વરસાદી અને ગટરના પાણીના યોગ્ય નિકાલ માટે ફેઝ-01 અને 02 માં નવી ડ્રેનેજ લાઇનો નાખવા અને જૂની લાઈનોમાં સુધારો કરવામાં આવશે.● વોકેબલ મોરબી - રોડ બ્યુટીફીકેશન (રૂ. 20 કરોડ): મણીમંદિરથી શક્તિ પ્લોટ, સુપર ટોકીઝ થી રેલવે સ્ટેશન સહિતના માર્ગો પર ફૂટપાથ, સ્ટ્રીટ ફર્નિચર, ગ્રીન પટ્ટી અને સાઇનેજ ઊભા કરાશે.● 9 મુખ્ય રસ્તાઓનું બ્યુટીફીકેશન (રૂ. 15 કરોડ): રવાપર, ત્રાજપર, અને શનાળા મેઈન રોડ સહિતના 9 માર્ગોને રોડસાઇડ ગ્રીનરી અને લાઇટિંગથી આકર્ષક બનાવાશે.● હેરિટેજ અને પ્રવાસન વિકાસ: શહેરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા નહેરુ ગેટથી દરબારગઢ સુધી રૂ. 15 કરોડના ખર્ચે 'હેરીટેજ વોક-વે' અને મણીમંદિર ખાતે રૂ. 3.19 કરોડના ખર્ચે અત્યાધુનિક '3D ડાયનેમિક લાઇટ એન્ડ સાઉન્ડ શો' શરૂ કરવામાં આવશે.● 24 સર્કલનું નવીનીકરણ (રૂ. 8.51 કરોડ): સ્વામી વિવેકાનંદ સર્કલ, ગાંધી ચોક સહિત શહેરના મુખ્ય 24 સર્કલોને આધુનિક ડિઝાઇનથી સજ્જ કરાશે.● યાંત્રિક સફાઈ (રૂ. 1 કરોડ): સ્વચ્છતાનું સ્તર ઊંચું લાવવા 3 નવા રોડ સ્વીપર મશીનો કાર્યરત કરાશે.● 6 નવા ગાર્ડન (રૂ. 11 કરોડ) : નાગરિકો માટે આરામદાયક અને સ્વસ્થ વાતાવરણ પૂરૂં પાડવા માટે નાનીવાવડી, જનકલ્યાણ, રાણીબાગ , એલ.ઈ કોલેજ પાસે, મોહન બાગ, ભક્તિનગર ખાતે નવા ગાર્ડન વિકસાવવામાં આવશે.● 6 તળાવ બ્યુટીફીકેશન (રૂ. 72 કરોડ) : શહેરના તળાવોનું સૌંદર્યવર્ધન, સફાઈ અને વિકાસ કરીને રિક્રિએશનલ સ્પેસ તરીકે વિકસાવવામાં આવશે.જેમાં લીલાપર, ગોકુલનગર, નાનીવાવડી, રવાપર, સાવસર અને શનાળા વગેરે જેવા સ્થળોએ તળાવના બ્યુટીફીકેશન ના કામ કરવામાં આવશે.● પોકેટ ગાર્ડન, બોટેનિકલ ગાર્ડન અને ઑક્સીજન પાર્ક (રૂ. 8 કરોડ) : શહેરમાં નાના ગ્રીન સ્પેસ, વિશિષ્ટ બોટેનિકલ ગાર્ડન અને ઑક્સીજન પાર્ક ઉભા કરવામાં આવશે, જે પર્યાવરણ સુધારવામાં મદદરૂપ થશે.● સ્ટ્રીટ લાઈટ વિથ પોલ ( રૂ. 5 કરોડ) : શહેરના કાલીન્દ્રી નદીથી જુના ઘૂટું રોડ, રાજપર રોડ, નવલખી રોડ થી શ્રધ્ધા પાર્ક, મહેન્દ્રનગર ચોકડીથી પીપળી હદ સુધી, બોરિયા પાટી થી લીલાપર ગામ સુધી સામેની સાઈડ વગેરે વિસ્તારોમાં નવી સ્ટ્રીટ લાઈટ્સ લગાવવામાં આવશે, જેથી સુરક્ષા અને સુવિધામાં વધારો થશે.● ડાયનેમિક લાઈટિંગ ( રૂ. 5 કરોડ) : શહેરના ઐતિહાસિક સ્થળો વાંકાનેર દરવાજા, ખાખરેચી દરવાજા, કુબેરનાથ વાવ જગ્યાઓ પર આકર્ષક ડાયનેમિક લાઈટિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે, જે શહેરની સુંદરતા વધારશે.● મોડર્ન લાઈબ્રેરી (રૂ. 30 કરોડ) : હીરાસરી, શનાળા, મહેન્દ્રનગર, માળિયા-વનાળીયા ખાતે આધુનિક સુવિધાઓ સાથે નવી ૪ મોર્ડન લાઈબ્રેરી બનાવવામાં આવશે, જેમાં ડિજિટલ રિસોર્સિસ અને વાંચન માટે અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ થશે.● કેસરબાગ ખાતે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ (રૂ. 10.27 કરોડ) : ક્રીડા અને આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે કેસરબાગ વિસ્તારમાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવશે.● એનિમલ હોસ્ટેલ (રૂ. 5 કરોડ) : રખડતા પશુઓ માટે યોગ્ય સંભાળ અને નિવાસ માટે મહેન્દ્રનગર, શનાળા, નાનીવાવડી, રવાપર તથા સબજેલ પાસે એનિમલ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે.વિભાગ વાઇઝ મહેસુલી ખર્ચની ફાળવણી ● વોટર વર્ક્સ શાખા: 29.42 કરોડ● સોલિડવેસ્ટ મેનેજમેન્ટ: 27.77 કરોડ● ડ્રેનેજ શાખા: 15.69 કરોડ● સિવિલ અને સીટી બ્યુટીફીકેશન: 14.55 કરોડ● મહેકમ શાખા: 9.5 કરોડ● અન્ય મહેસુલી ખર્ચ: 8.64 કરોડ● ઇલેક્ટ્રિક શાખા: 6.46 કરોડ● જી.એ.ડી., સેક્રેટરી શાખા, ચૂંટણી શાખા, સુરક્ષા શાખા: 6.04 કરોડ● ટી.પી. એન્ડ ડેવલપમેન્ટ: 4.28 કરોડ● વર્કશોપ: 4.24 કરોડ● ટ્રાન્સપોર્ટ વિભાગ: 3.51 કરોડ● એ.એન.સી.ડી.: 3.1 કરોડ● વેરા વસૂલાત: 2.55 કરોડ● સાંસ્કૃતિક શાખા: 2.35 કરોડ● અગ્નિશમન શાખા:...