મોરબી : મોરબી શહેરના રેલવે સ્ટેશન રોડ પર ગત તા.18ના રોજ સાંજના સમયે ધક્કાવાળા મેલડી માતાજીના મંદિર પાસે પગપાળા જઈ રહેલા ફરિયાદી રમણિકભાઈ ગોપાલભાઈ મારવાણીયા ઉ.52ને જીજે - 18 - ઝેડ- 8419 નંબરના એસટી બસના ચાલકે પાછળથી હડફેટે લઈ પગમાં તેમજ સાથળમાં ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે એસટી બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.