મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 20-3-2026 ને શુક્રવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. વરસાદની આગાહીના પગલે યાર્ડમાં વિવિધ જણસીઓની નહીવત આવક થઈ છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસ: રૂ. 1575/-ઘઉં: રૂ. 439/-મગફળી: રૂ. 1124/-જીરું: રૂ. 4040/-મેથી: રૂ. 1000/-રાયડો: રૂ. 1144/-તુવેર: રૂ. 1447/-ચણા: રૂ. 1014/-એરંડા: રૂ. 1256/-સફેદ ચણા: રૂ. 1780/-રાય: રૂ. 1256/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 900/-રીંગણા: રૂ. 400/-કારેલા: રૂ. 600/-ગુવાર: રૂ. 1200/-ભીંડો: રૂ. 500/-ટમેટા: રૂ. 300/-કોબીજ: રૂ. 140/-કાકડી: રૂ. 500/-લીંબુ: રૂ. 2000/-દુધી: રૂ. 300/-સુકી ડુંગળી: રૂ. 300/-આજે કમોસમી વરસાદની આગાહીના પગલે મોરબી યાર્ડમાં તમામ પાકોની આવકમાં ઘટાડો નોંધાયો છે. જેમાં આજે માત્ર 16 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. આ ઉપરાંત 52 ક્વિન્ટલ કપાસ, 75 ક્વિન્ટલ તુવેરની આવક, 376 ક્વિન્ટલ જીરુંની આવક, 37 ક્વિન્ટલ રાયડાની આવક, 71 ક્વિન્ટલ ચણાની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi