સેવાભાવી યુવાનોના ગ્રુપે છેલ્લા ૧૭ વર્ષમાં અંદાજે ૧.૭૦ લાખ માળાનું વિતરણ કર્યું, લુપ્ત થતી ચકલીઓને બચાવવાનો ઉમદા પ્રયાસમોરબી: આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મોરબીમાં લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે લક્કી ગ્રુપ દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના હાઉસિંગ બોર્ડ, ગેંડા સર્કલ ખાતે ચકલીના માળા અને પાણીના કુંડાના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.આ અંગે માહિતી આપતા મોહિત ઘોડાસરાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૧૭ વર્ષથી ચકલીના માળાનું વિતરણ કરવાનું કાર્ય કરે છે. અત્યાર સુધીમાં તેઓ દ્વારા અંદાજિત ૧,૭૦,૦૦૦ જેટલા માળાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ વખતે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આજે ૩૫૦૦ ચકલીના માળા અને ૧૫૦૦ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, તેઓ બારેમાસ દ્રષ્ટિ ચશ્માની દુકાનેથી માળા અને પાણીના કુંડાનું લોકોને વિનામૂલ્યે વિતરણ કરે છે.તેઓએ ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, ચકલીઓ ખૂબ ઓછી જોવા મળતી હતી, તેથી આ લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે જ માળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશથી ઘણો સારો ફરક જોવા મળ્યો છે. અમુક ગામડાઓમાં ઘરે-ઘરે જઈને માળા આપવા જવાથી હવે ચકલીઓ વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે.#Morbi #MorbiUpdate #WorldSparrowDay #SaveSparrow #MorbiNews #GujaratNews #BirdConservation #GendaCircle