મોરબી : મોરબીમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા આજે ચૈત્ર સુદ ૨ ના પવિત્ર દિવસે ૧૦૭૬ માં ઝૂલેલાલ જન્મોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.આ મહોત્સવ અંતર્ગત સવારે ૭:૩૦ કલાકે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારે ૯ કલાકે પૂજાવિધિ, ૧૧ કલાકે આરતી અને બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકોએ ધાર્મિક આસ્થા સાથે દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો.સાંજે ૪:૩૦ કલાકે સિંધુ ભવન, સ્ટેશન રોડ ખાતેથી ઝૂલેલાલ ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાત્રે ૮:૩૦ કલાકે નહેરૂ ગેઇટ ચોક ખાતે ભક્તિભાવ પૂર્વક મહાઆરતી યોજવામાં આવી હતી. આ સમગ્ર મહોત્સવમાં મોરબીના તમામ સિંધી પરિવારોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #JhulelalJanmotsav #SindhiSamaj #ChetiChand #SindhuBhavan