મોરબી : ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓ માટે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં મોરબીના જયેશ કાલરીયાને રાજકોટ જિલ્લામાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સૂચના અનુસાર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીલક્ષી કામગીરી અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે નિરીક્ષકોની નિમણૂક કરાઈ છે. રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની આગામી ચૂંટણી સંદર્ભે જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, મોરબીના જયેશ કાલરીયાને રાજકોટ જિલ્લાના રાજકોટ, લોધીકા, પડધરી અને કોટડા સાંગાણી એમ ચાર મહત્વના તાલુકાના નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મોરબીના આગેવાનને રાજકોટ જિલ્લામાં આ મહત્વની જવાબદારી સોંપાતા તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.#Morbi #MorbiUpdate #Congress #JayeshKalariya #Rajkot #LocalElections #GujaratCongress #NewsUpdate