સ્વચ્છતા પીવાનું પાણી અને માળકીય સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચના: વિકાસલક્ષી કામોની સમીક્ષા કરાઈમોરબી: જિલ્લામાં જનસુખાકારીના કામોને વેગ આપવા અને વહીવટી પ્રક્રિયાને વધુ લોકાભિમુખ બનાવવાના હેતુથી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકપ્રશ્નો અને વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.કામગીરીમાં શિથિલતા નહીં ચલાવાઈ: કલેક્ટરબેઠક દરમિયાન કલેક્ટર દ્વારા વિકાસ કામોની ગુણવત્તા બાબતે કડક વલણ અપનાવવા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કામગીરીમાં કોઈપણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં. પ્રજાકીય સુવિધાઓના ભાગરૂપે આરોગ્ય કેન્દ્રો, શાળાઓ અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.ઉનાળામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે સૂચનાઆગામી ઉનાળાની ઋતુને ધ્યાને રાખીને જિલ્લાના કોઈપણ ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પાણી પુરવઠા વિભાગને જરૂરી આયોજન કરવા સૂચના અપાઈ હતી. આ ઉપરાંત, તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ અને ભારે પવનથી થયેલા નુકસાન તેમજ રોડ-રસ્તાના પ્રશ્નો અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે કર્યું હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારી એન.એસ. ગઢવી, જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડો. સુનિલ બેરવાલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #CollectorMorbi #SankalanSamiti #PublicIssues #DevelopmentWork #MorbiNews #GujaratAdmin