હળવદ : ૨૦ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ. લુપ્ત થઈ રહેલી ચકલીઓની પ્રજાતિને બચાવવાના ઉમદા હેતુથી હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 2500 જેટલા ચકલી ઘર અને 2500 પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.આ વર્ષે દાતા ધરમશીભાઈ મકાસણાના સહયોગથી 2500 નંગ ચકલી ઘર તેમજ અન્ય વિવિધ દાતાઓના આર્થિક સહયોગથી 2500 કુંડાનું વિતરણ કરાયું હતું. ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપના યુવાનોની ટીમ છેલ્લા આઠ વર્ષથી આ અનોખી સેવાકીય પ્રવૃત્તિ ચલાવી રહી છે. દર વર્ષે અલગ-અલગ દાતાઓના સહયોગથી આયોજન કરવામાં આવે છે અને સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં અંદાજિત 20,000 કુંડા અને 20,000 ચકલી ઘરનું વિતરણ કરી ચૂકવામાં આવ્યું છે.આ તકે સંસ્થાના સભ્યોએ લોકોને ખાસ અપીલ કરી હતી કે, ચકલી માટે લઈ જવામાં આવતા માળા (ચકલી ઘર) એવી સુરક્ષિત જગ્યાએ લગાવવા જ્યાં વરસાદ કે અન્ય કોઈ રીતે પાણી ન પડે, જેથી માળાને નુકસાન ન થાય અને ચકલીઓ સુરક્ષિત રહી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ યુવાનોની ટીમ દ્વારા માત્ર વિશ્વ ચકલી દિવસે જ નહીં, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવીને જરૂરિયાતમંદ લોકોને પણ મદદરૂપ થવાના સરાહનીય પ્રયાસો કરવામાં આવે છે.#halvad #MorbiUpdate #MorbiNews #WorldSparrowDay #SaveBirds #FriendsYuvaSevaGroup #MorbiNGO #SaveSparrow