5 અને 15 વર્ષની ઉંમરે ફિંગરપ્રિન્ટ અને આઇરિસ સ્કેન અપડેટ કરાવવું જરૂરી, શાળા, સ્કોલરશિપ અને સરકારી યોજનાઓના લાભો માટે છે અત્યંત ઉપયોગીમોરબી : બાળકોના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે આધાર મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટ (MBU) સમયસર કરાવવું ખૂબ જ જરૂરી છે. જ્યારે બાળક 5 વર્ષ અને 15 વર્ષનું થાય ત્યારે તેમના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ કરાવવું ફરજિયાત છે. માટે તમામ વાલીઓને આ બાયોમેટ્રિક અપડેટ કરાવવા અપીલ કરાઈ છે.હાલમાં 5 થી 17 વર્ષની વયના બાળકો માટે આ MBU સંપૂર્ણપણે મફત કરવામાં આવી રહ્યું છે. આ મફત સેવાનો લાભ 30 સપ્ટેમ્બર 2026 સુધી જ છે. 5 વર્ષ અને 15 વર્ષ પૂર્ણ થયા પછી બાળકના ફિંગરપ્રિન્ટ અને આઇરિસ બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા અત્યંત આવશ્યક છે. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને માત્ર થોડી જ મિનિટોમાં પૂર્ણ થાય છે. વાલીઓએ પોતાના નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લેવાની રહેશે અને સાથે બાળકનું આધાર કાર્ડ તેમજ જન્મનો દાખલો લઈ જવાનો રહેશે. અપડેટેડ આધાર કાર્ડની મદદથી બાળકોને શાળા કે વિવિધ સંસ્થાઓમાં પ્રવેશ, સ્કોલરશિપ, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અરજી, આરોગ્ય યોજનાઓ અને અનેક સરકારી લાભો સહેલાઈથી મળી શકે છે.#MorbiUpdate #AadhaarCard #UIDAI #BiometricUpdate #MBU #AadhaarForChildren