મોરબી : મોરબીની ઐતિહાસિક ઓળખ સમાન લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ (એલ.ઈ. કોલેજ) પાસે મોરબી મહાનગરપાલિકા દ્વારા મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓ માટે એક સુવિધાસભર જાહેર સ્થળ વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા અંદાજિત રૂ. ૮૧.૩૦ લાખના ખર્ચે અદ્યતન 'ગાર્ડન ડેવલપમેન્ટ'ની કામગીરી હાથ ધરવામાં આવી છે.મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખાના ડેપ્યુટી ઈજનેરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટથી એલ.ઈ. કોલેજ કેમ્પસની સુંદરતામાં અનેકગણો વધારો થશે. પ્રોજેક્ટની મુખ્ય ખાસિયતોહેરિટેજ વિઝિટર સેન્ટર: જૂની ઈમારતની મૂળભૂત સંરચનામાં કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વિના તેને આકર્ષક વિઝિટર સેન્ટર તરીકે તૈયાર કરવામાં આવશે.રેડ સોઈલ વોકવે: ચાલવા માટે કુદરતી લાલ માટી (Red Soil) નો પાથવે બનાવવામાં આવશે. પદયાત્રીઓ અને વાહનોની અવરજવર માટેના રસ્તાઓ વચ્ચે સ્પષ્ટ વિભાજન રાખવામાં આવશે.એમ્ફી થિયેટર અને પથ્થરની બેઠકો: વિદ્યાર્થીઓની સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ માટે કુદરતી પથ્થરના ફિનિશિંગવાળું આકર્ષક અર્ધવર્તુળાકાર એમ્ફી થિયેટર બનાવવામાં આવશે. આ સાથે હેરિટેજ થીમ આધારિત વળાંકવાળી પથ્થરની બેન્ચો પણ બેસવા માટે મુકવામાં આવશે.હેરિટેજ લાઈટિંગ: સમગ્ર પરિસરમાં રાત્રિના સમયે આકર્ષક દેખાવ માટે પરંપરાગત હેરિટેજ લેમ્પ પોસ્ટ અને ઉર્જા બચાવતી આધુનિક એલઈડી (LED) લાઈટ્સ લગાવવામાં આવશે.ગ્રીનરી અને લેન્ડસ્કેપિંગ: ગાર્ડનને હરિયાળું બનાવવા માટે ઉત્તમ પ્રકારની લોન, નાના-મોટા આકર્ષક છોડ (Shrubs) અને ગ્રાઉન્ડ કવર પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે.બાઉન્ડ્રી વોલ: હેરિટેજ થીમ સાથે સુસંગત એવી ઓછી ઊંચાઈની બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે, જેમાં ઇન્ટિગ્રેટેડ લાઈટિંગની સુવિધા પણ ઉપલબ્ધ હશે.રૂ. ૮૧.૩૦ લાખના ખર્ચે આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી એલ.ઈ. કોલેજ કેમ્પસની ઐતિહાસિક ધરોહર જળવાઈ રહેવાની સાથે તે વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને મનોરંજનનું એક આદર્શ કેન્દ્ર બની રહેશે.#Morbi #MorbiUpdate #MorbiNews #LECollege #HeritageGarden #MorbiMahanagarpalika #DevelopmentProject