જુગાર રમવા આવેલ સાત આરોપી ઝડપાયા,વાડી માલિક ફરાર : રૂ.1,53,500નો મુદ્દામાલ કબ્જેવાંકાનેર : વાંકાનેર તાલુકાના લીંબાળા ગામની સીમમાં આવેલ વાડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી સાત આરોપીઓને જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 98,500 સાથે ઝડપી લઈ મોબાઈલ સહિત રૂ.1,53,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.દરોડા દરમિયાન વાડી માલિક હાજર નહિ મળી આવતા આઠ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લીંબાળા ગામની સીમમાં આરોપી રાજુ કોળી નામનો શખ્સ પોતાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા વાડીમાં જુગાર રમવા આવેલ આરોપી (1) ઇરફાનભાઇ હનિફભાઇ બ્લોચ, રહે.ચન્દ્રપુર (2) દિપકભાઇ ઉર્ફે બટક દેવશીભાઇ હડાણી, રહે.વાંકાનેર જીનપરા (3) સંદિપભાઇ ઉર્ફે કાનો રમણીકભાઇ માણેક, રહે.વાંકાનેર કડીયાવાડ પોસ્ટ ઓફીસ સામે (4) મેહુલભાઇ વિનયચન્દ્ર મારૂ રહે.વાંકાનેર પુલ દરવાજા શાક માર્કેટ પાછળ (5) આરીફભાઇ હનિફભાઇ બ્લોચ મકરાણી, રહે.વાંકાનેર લક્ષ્મીપરા (6) અમિતભાઇ ઉર્ફે ઘટલો અરવિંદભાઇ સોલંકી રહે.વાંકાનેર જીનપરા અને આરોપી (7) વિપુલભાઇ રમેશભાઇ ચૌહાણ રહે. વાંકાનેર જીનપરા વાળાઓ રોકડા રૂપિયા 98,500 તેમજ. 7 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 55,000 મળી કુલ રૂ.1,53,500 સાથે ઝડપાઇ ગયા હતા.જ્યારે જુગારધામ સંચાલક આરોપી રાજુભાઇ કોળી રહે.લીંબાળા ગામ વાળો હાજર નહિ મળી આવતા પોલીસે આઠેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.