મોરબી : ચૈત્રી નવરાત્રી નિમિત્તે ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન અવસરે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના ગુર્જર સુતાર સમાજ દ્વારા પરિક્રમાર્થીઓ માટે સેવાકાર્ય કરવામાં આવશે.આગામી તારીખ 22-03-2026 ને રવિવારના રોજ ચોટીલા ધામ ખાતે ગુર્જર સુતાર સમાજ મોરબી દ્વારા ભાવિક ભક્તો માટે વિશાળ છાશ કેન્દ્ર ઊભું કરવામાં આવશે. આ કેન્દ્ર પર આશરે 20,000 લીટર છાશનું વિતરણ કરી સેવા પૂરી પાડવામાં આવશે. આ છાશ વિતરણ કેન્દ્ર સતનામ ધ્યાન કબીર આશ્રમ, ચોટીલા ખાતે કાર્યરત રહેશે.આ ધાર્મિક અને સેવાકાર્ય અંગે વધુ માહિતી માટે આયોજકો ગીરીશભાઈ બદ્રકિયા (9879075789) અથવા નરેશભાઈ જાદવાણી (9377377575) નો સંપર્ક કરવા જણાવાયું છે. #Morbi #Chotila #ChotilaParikrama #GurjarSutarSamaj #ChaasVitran #MorbiNews #MorbiUpdate