કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સહિત ચાર આરોપી ઝડપાયામોરબી : મોરબી શહેરમાં લાતીપ્લોટ, વાવડી રોડ તેમજ તાલુકાના લાલપર ગામ અને ટંકારામાં પોલીસે અલગ અલગ ચાર દરોડામાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સહિત ચાર આરોપીઓને વિદેશી દારૂની 110 બોટલ તેમજ મોટર સાયકલ અને મોબાઈલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં ટંકારા પોલીસ ટીમે ટંકારામાં સરદારનગર 3માં આવેલ આરોપી ઇમરાન ઉર્ફે બોટલ હનીફભાઈ વિકિયાના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 101 બોટલ કિંમત રૂપિયા 32,190 તેમજ એક મોબાઈલ કિંમત રૂપિયા 5 હજાર મળી 37,190ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લઈ ટંકારા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે લાલપર ગામની સીમમાં પ્લેટીના સિરામિક પાસેથી આરોપી રાજુભાઇ જાદવભાઈ સરાણીયા રહે.જાંબુડિયા આરટીઓ કચેરી પાસે ઝૂંપડામાં વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂ.1500 સાથે ઝડપી લીધો હતો.જ્યારે એ ડિવિઝન પોલીસે વાવડી રોડ પર ઉમિયાપાર્ક પાસેથી જીજે - 36 - એએમ - 8544 નંબરના એક્સેસ મોટર સાયકલમાં વિદેશી દારૂના સાત ચપલા સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી લઈ બે મોબાઈલ ફોન, એક્સેસ મોટર સાયકલ સહિત 91,260નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જો કે, દરોડા દરમિયાન આરોપી સંજય જાદવભાઈ દેલવાણિયા રહે.પંચાસર રોડ વાળો નાસી જતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત ચોથા દરોડામાં એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટ શેરી નંબર 7માંથી આરોપી મનીષ મુકુંદભાઈ મછીયા ઉ.40 રહે.ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, કામધેનુ પાસે મોરબી વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લીધો હતો.આરોપીએ વિદેશી દારૂની બોટલ અફઝલ ચૌહાણ રહે.જોન્સનગર વાળા પાસેથી મેળવ્યાનુ કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.