વાંકાનેર : મોરબી જિલ્લા સહિત વાંકાનેર પંથકમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ ભારે પવન ફૂંકાવાના બનાવો સામે આવ્યા છે. જેમાં વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે આવેલી હરિયાણા પંજાબ હોટલને ભારે પવનના કારણે મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.વઘાસીયા ટોલનાકા નજીક હાઇવે પર આવેલી હરિયાણા પંજાબ હોટલ પર અચાનક જ તેજ પવન ફૂંકાતા હોટલનો મંડપ, વાંસનું સ્ટ્રક્ચર અને પ્લાસ્ટિકના શેડ હવામાં ઉડવા લાગ્યા હતા. ભારે પવનના કારણે હોટલના છાપરા અને શેડ ધરાશાયી થઈ ગયા હતા, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. પવનની તીવ્રતા એટલી વધુ હતી કે જોતજોતામાં હોટલના બહારના હિસ્સાને ભારે નુકસાની પહોંચી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ હાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ હોટલને વ્યાપક નુકસાન થયું છે.#Wankaner #Morbi #VaghasiyaTollPlaza #HeavyWind #WeatherUpdate #MorbiUpdate #GujaratNews